હળવદ:- મુળી તાલુકાના સરા ખાતે હળવદ વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને શામજીભાઈ ચૌહાણ સહિતના આગેવાનોની હાજરીમાં સરા આંબરડી અને સુંદરી ભવાની સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
11.5 કી.મી.નો રોડ 5.50 મીટર પહોળો કરાશે.
સુરેન્દ્રનગર અને મોરબી ને જોડતા સરાથી સુંદરી ભવાની સુધીના 11.5 km ના રોડ ને ₹8.80 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. અગાઉ આ રોડ 3.75 મીટર નો હતો જે હવે વધીને 5.50 મીટરનો કરવામાં આવ્યો છે આ રોડનું ખાતમુહૂર્ત થતા હવે રોડના નિર્માણનું કાર્ય શરૂ થશે રોડ બનવાથી આજુબાજુના અનેક ગામોની વર્ષો જૂની માંગ પૂરી થશે કારણ કે મોરબી જિલ્લાનું છેલ્લું ગામ સુંદરી ભવાની છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું છેલ્લું ગામ આંબરડી છે સુંદરી ભવાનીથી સરા ગામ સુધીના આ રોડ નું નિર્માણ થાય તે માટે અનેક વખત આગેવાનો દ્વારા રજૂઆતો પણ કરાવી હતી ત્યારે આખરે આ રજૂઆતો હવે ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા સફળ બની છે.