હળવદ:- હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે પીજીવીસીએલના 66 કેવી સબસ્ટેનમાં ફરજ બજાવતા લાઈનમેન બાબુભાઈ શિયાળીયા ઉંમર વર્ષ 40 તેઓ જ્યારે વીજલાઈન નું કામ કરી રહ્યા હતા ત્યારે તેઓને વીજ શોક લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેઓને તુરંત મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેઓ હોસ્પિટલ પહોંચે તે પૂર્વે તેઓનું મોત થઈ ગયું હતું. બાદમાં તેઓના મૃતદેહને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં પીજીવીસીએલ ના અધિકારીઓ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મૃતક બાબુભાઈ મૂળ લખતર તાલુકાના વતની હતા અને તેઓ સુંદરી ભવાની ગામે ફરજ હોવાથી અહીં સ્થાયી થયા હતા તેઓના ઓચિંતા મૃત્યુથી પરિવારને ભારે આઘાત લાગ્યો છે.