Thursday - Jul 16, 2026

મોરબીના મોડપર ગામે મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, 6 ઝડપાયા

મોરબીના મોડપર ગામે મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, 6 ઝડપાયા

મોરબી : મોરબી તાલુકાના મોડપર ગામે રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી છ આરોપીઓને રોકડા રૂપિયા 31,300 તેમજ 5 મોબાઈલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન મોડપર ગામે રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી આરોપી બળવંતભાઈ ઉર્ફે બાબુભાઇ નાનજીભાઈ દેત્રોજા નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યા હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી બળવંતભાઈ ઉર્ફે બાબુભાઇ નાનજીભાઈ દેત્રોજા, ધર્મેન્દ્રસિંહ જસુભા ઝાલા, રમેશ ઉર્ફે લલિતભાઈ નાનજીભાઈ બાડધા, ગોરધનભાઇ અમરશીભાઈ કગથરા, ધવલ નાનજીભાઈ અઘારા અને કિશોર રુગનાથ અઘારા રહે.તમામ મોડપર ગામ વાળાઓ તીનપતિનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન 31,300 રોકડા તેમજ પાંચ મોબાઈલ કિંમત રૂપિયા 25 હજાર મળી 56,300નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.