મોરબી : મોરબીના ગાળા ગામે વર્ષોથી ગ્રામજનો દ્વારા અમારી ગાય કદી કતલખાને નહિ જાય તેવા સંકલ્પ સાથે અંધ, અપંગ, રઝળતી ભટકતી અને બીમાર અશક્ત ગાયોની સેવા માટે નાટક ભજવવામાં આવે છે. તેથી વર્ષોની આ પ્રણાલી મુજબ ગૌસેવા માટે ગાળા ગામે ગાળા ગૌસેવા યુવક મંડળ દ્વારા આગામી તારીખ 1 નવેમ્બરના રોજ રામજી મંદિર ચોક ખાતે મહાન ઐતિહાસિક નાટક પૃથ્વીરાજ ચૌહાણ અને બાપુ ધીગાણે ચડ્યા નામનું હાસ્ય કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ નાટક અને કોમિક નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.