Thursday - Jul 23, 2026

મોરબીમાં બેકાબુ બનેલી કારે ત્રણ વાહનોને હડફેટે લીધા

મોરબીમાં બેકાબુ બનેલી કારે ત્રણ વાહનોને હડફેટે લીધા


મોરબી : મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 2મા જુના અજંતા બિલ્ડીંગ પાસે જીજે – 36 – એલ – 4670 નંબરની કારના ચાલકે પુરપાટ અને બેફામ ગતિએ પોતાની કાર ચલાવી બાઈક ચાલક દીક્ષિત જયંતીભાઈ કાંજીયાને હડફેટે લઈ બાઈક સાથે નીચે પછાડી દઈ ઇજા પહોંચાડી હતી અને આટલેથી ન અટકીને બેકાબુ બનેલી કારના ચાલકે અન્ય પ્રવીણભાઈની જીજે – 36 – એએફ – 5877 નંબરની  કારમાં નુકશાન કરવાની સાથે જીજે – 36 – યુ – 8438 નંબરની સીએનજી રીક્ષામાં પણ કાર ભટકાડી નુકશાન કરી નાસી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ બનાવમાં કાર નંબરના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.