Saturday - Apr 04, 2026

ગતરાત્રે આખી રાત વીજળી ગુલ રહેતા ગ્રામજનો આજે પીજીવીસીએલ કચેરીએ દોડી જઈને ઉગ્ર રજૂઆત કરી

મોરબીમાં ગતરાત્રે કમોસમી વરસાદ સાથે ભારે પવન ત્રાટકતાની સાથે જ વીજળી ગુલ થઈ ગઈ હતી. જેમાં મોરબીના બગથળા ગામેથી ગતરાત્રે આખી રાત અંધારપટ્ટ રહેતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો.ગતરાત્રે આખી રાત વીજળી ગુલ રહેતા ગ્રામજનો આજે પીજીવીસીએલ કચેરીએ દોડી જઈને ઉગ્ર રજૂઆત કરી હતી.

ગતરાત્રે આખી રાત વીજળી ગુલ રહેતા ગ્રામજનો આજે પીજીવીસીએલ કચેરીએ દોડી જઈને ઉગ્ર રજૂઆત કરી

મોરબીના બગથળા ગામે ગઈકાલે રાત્રે કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા જ રાત્રીની 8-30 વાગ્યે જ વીજળી વેરણ બની હતી અને આ વીજ પુરવઠો આખી રાત સુધીમાં પૂર્વવર્ત થયો ન હતો. સવારે પાંચ વાગ્યે છેક લાઈટ આવી હતી. એટલે આખી રાત ગામમાં અંધારપટ્ટ રહ્યો  હતો. જેથી આખી રાત કાળજાળ ગરમીમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિત સમસ્ત ગ્રામજનો બરોબરના શેકાયા હતા. આખી રાત લાઈટ ન આવવાથી ગ્રામજનો ગરમીમાં અકળાઈ ઉઠ્યા હતા. રાત્રે ગામલોકોએ પીજીવીસીએલમાં ફોન કર્યા તેમજ રૂબરૂ રજુઆત કરવા છતાં પણ આખી રાત ગામમાં લાઈટ આવી ન હતી. આથી ગ્રામજનોએ સરપંચને સાથે રાખીને આજે સવારે પીજીવીસીએલ કચેરીમાં દોડી જઈને અધિકારીઓને ઉગ્ર રજુઆત કરી હતી.

ગતરાત્રે આખી રાત વીજળી ગુલ રહેતા ગ્રામજનો આજે પીજીવીસીએલ કચેરીએ દોડી જઈને ઉગ્ર રજૂઆત કરી

ગ્રામજનોએ આજે સરપંચને સાથે રાખીને આખી રાત અંધારપટ્ટ મામલે પીજીવીસીએલમાં રજુઆત કરવા દોડી ગયા હતા અને સરપંચ તેમજ ગ્રામજનોએ અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે,હવે પછી વીજળી ગુલ થયા બાદ અડધા કલાકમાં નિવારણ નહિ આવે તો મજા નહિ આવે તેવી ચેતવણી આપી હતી.

ગતરાત્રે આખી રાત વીજળી ગુલ રહેતા ગ્રામજનો આજે પીજીવીસીએલ કચેરીએ દોડી જઈને ઉગ્ર રજૂઆત કરી

ગતરાત્રે વરસાદને કારણે ઘણા ગામમાં આ સમસ્યા સર્જાય હતીપીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે, ગતરાત્રે કમોસમી વરસાદને કારણે ઘણા ગામોમાં વીજળી ગુલ હતી. જો કે અમારી ટીમ કાર્યરત હતી. ઘણી જગ્યાએ ફોલ્ટ હોવાથી આ ટીમ આટલી બધી જગ્યાએ પહોંચી ન શકે. દિવસે કામ કરતા જેટલી વાર લાગે એના કરતાં રાત્રે ડબલ ગણી વાર લાગે છે. એના કારણે મોડા પહોંચ્યા હતા. જો કે આવનારા સમયમાં લોકોને આવી કોઈ અગવડતા ન પડે તે માટે પૂરતી તકેદારી રખાશે.