મૂળ લક્ષ્મીવાસ ગામના રહીશ હાલ કેશવ હાઈટસ મોરબીના શૈલેષભાઇ મગનભાઈ સંઘાણીનું તારીખ 26/04/2023 ના રોજ હાર્ટ એટેકથી 44 વર્ષની ઉંમરે અવશાન થતા સમસ્ત સંઘાણી પરિવારમાં ખુબજ દુઃખની લાગણી પ્રસરી હતી અને આ કપરા સમયમાં પણ સંઘાણી પરિવાર દ્વારા સમાજને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
શૈલેષભાઇ મગનભાઈ સંઘાણીના મોક્ષાર્થે તાજેતરમાં રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્વ. શૈલેષભાઇ સંઘાણીના પરિવારના લોકો, લક્ષ્મીવાસ ગામના લોકો, મિત્ર મંડળ, તથા સસરા પક્ષના લોકો તથા કેશવ હાઈટ્સ ના તમામ લોકોએ મળીને સ્વ. શૈલેષભાઇ સંઘાણીની આત્માની શાંતિ માટે રક્ત દાન શિબિર કેમ્પનું સફળ આયોજન કર્યું હતું અને 77 બોટલ રક્ત એકઠું કર્યું હતું. આ રક્ત સંસ્કાર બ્લડબેંકમાં જમા કરાવ્યું હતું. આવા દુઃખના સમયે પણ સ્વજનોના મોક્ષાર્થે આવા રક્તદાન કેમ્પ કરીને એક નવો ચીલો અપનાવ્યો છે અને સમાજમા આ એક પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.