મોરબી ખાતે સાળંગપુર ધામેથી દિલ્હી જવા નીકળેલ હિન્દુ રાષ્ટ્ર માટેની સનાતન જ્યોત યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મહાબલી શ્રી હનુમાનજી મહારાજની 11 ફુટ વિશાળ ગદાના દર્શનનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતેથી પ્રસ્થાન થઈને સમગ્ર ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સનાતન ધર્મ પ્રત્યે વિશ્વને યુવા પેઢીને જાગૃત કરવા પરિભ્રમણ માટે હનુમાનજી મહારાજની મહાકાય ગદા 11 ફૂટ સાથે હિન્દુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રાનું આજે મોરબી મુકામે આગમન થયું હતું. તેમનું સ્વાગત તેમજ પૂજન વિધી કરવામાં આવી હતી.આ રથયાત્રા મોરબીમાં ફરી હતી. જેમાં હિન્દુ સ્નાતની ધર્મ પ્રેમી ભાઈઓ જોડાયા હતા. આ યાત્રા મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી રીલીફ નગર, ઉમા ટાઉનશીપ, નટરાજ ફાટક, નવાપુલ ઉપર થઇને દરબાર ગઢ, ગ્રીનચોક, નગરદરવાજા ચોક, શાક માર્કેટ, જેઈલ રોડ થઇને વાઘપરા મેઈન રોડથી સીતારામ ચોક, રવાપર રોડ થઇને નરસંગ ટેકરીથી રવાપર ચોકડીથી અવની ચોકડી, ઉમિયા સર્કલ થઈ શનાળા રોડ પર થઇને ઉમિયા આશ્રમ ખાતે પુરી થઈ હતી.