Saturday - Aug 15, 2026

લિલાપર રવાપર રોડ કેપિટલ શોપિંગ સેન્ટરની બાજુમાં ગંગા દર્શન ફ્લેટની સામેની ખુલ્લી ગટર જોખમી

લિલાપર રવાપર રોડ કેપિટલ શોપિંગ સેન્ટરની બાજુમાં ગંગા દર્શન ફ્લેટની સામેની ખુલ્લી ગટર જોખમી

મોરબીના લીલાપર રવાપર રોડ કેપિટલ શોપિંગ સેન્ટરની બાજુમાં ગંગા દર્શન ફ્લેટની સામે આવેલ ગટરની કુંડી નું ઢાકણું 2 મહિનાથી ન હોવાથી ખુલી ગટર જોખમી બની ગઈ છે. જો કે આ ખુલ્લી કુંડી આસપાસ આડશ મુકવામાં આવી છે. તેમ છતાં જોખમ ઘટે એમ નથી. દરરોજની અહીંયા 400 થી વધારે ગાડીઓની અવરજવર છે. આથી વાહન ચાલકો ઉપર જીવનું જોખમ ઉભું થયું છે. આથી સ્થાનિક લોકોએ આ ગટરનું ઢાંકણું નાખવા માટે યોગ્ય કામગીરી કરવા પાલિકા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે.