મોરબી શહેરના કાયાજી પ્લોટ વિસ્તારમાં રહેતા અને જીટીપીએલના કેબલ ઓપરેટરનો વ્યવસાય કરતા દિનેશભાઈ પંડ્યા પાસેથી જુનેદ પીલુડિયા નામના શખ્સે રૂપિયા 50000 ઉછીના માગ્યા હતા. પરંતુ દિનેશભાઈ રૂપિયા આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગતરાત્રિના દિનેશભાઈની ઓફિસ બહાર આવી જુનેદ તેમજ અન્ય એક શકશે ઓફિસ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અંગે દિનેશભાઈએ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ ઘટનાના સીસીટી ફૂટેજ સામે આવતા બન્ને આરોપીની કરતુત્તનો ભાંડો ફૂટ્યો હતો.પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે બન્ને વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.