Saturday - Aug 15, 2026

નવાનકોર મોરબી રાજકોટ હાઇવે ઉપર મોતના કુવા સમાન ખાડો પડ્યો

નવાનકોર મોરબી રાજકોટ હાઇવે ઉપર મોતના કુવા સમાન ખાડો પડ્યો

મોરબી રાજકોટ હાઇવેને તાજેતરમાં ફોરલેન કરવામાં આવ્યો છે. આ ફોરલેન હાઇવેની કામગીરી દરમિયાન વખતોવખત વાહન ચાલકોને હાલાકી પડી છે . રોડનું કામ ચાલુ હોય ત્યારે રોડની અણધડ કામગીરીને કારણે અકસ્માત થયા હોય ત્યારે હાઇવે બની ગયાના થોડા સમયમાં આ રોડની કામગીરી હલકી ગુણવત્તા સમાન થઈ હોય એમ મોરબી રાજકોટ હાઇવે ઉપર જીવેલણ ખાડો પડી ગયો છે. આ જીવલેણ ખાડો ગમે ત્યારે ગમે તેનો ભોગ લે તેવી સ્થિતિ છે. જેથી મોરબી રાજકોટ વચ્ચે દરરોજ અવરજવર કરતા હજારો લોકોની સલામતી માટે આ ખાડાની જવાબદાર તંત્ર યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.