Friday - May 01, 2026

મોરબીના પોશ વિસ્તારમાં 70 હજાર રૂપિયાની ઘરફોડ ચોરી

મોરબીના પોશ વિસ્તારમાં 70 હજાર રૂપિયાની ઘરફોડ ચોરી

 મોરબીના પોશ વિસ્તારમાં 70 હજાર રૂપિયાની ઘરફોડ ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી શહેરના રવાપર રોડ ઉપર માણેક સોસાયટીમાં રહેતા વેપારી હિતેનભાઈ અરવિંદભાઈ પલાણના રહેણાંક મકાનના તાળા તોડી બે અજાણ્યા તસ્કરો કબાટમાં રાખેલ રોકડા રૂપિયા 70 હજારની ચોરી કરી જતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.