મોરબી જિલ્લાનું એક એવું ગામ છે. જ્યાં ભૂગર્ભ ગટરનું અસ્તિત્વ જ નથી. આ ગામનું નામ છે, વાંકાનેર તાલુકાનું ખાનપર ગામ. ખાનપર ગામમાં જમીન નીચે પથ્થરોના પાટ છે. એટલે ભૂગર્ભ ગટર નાખવામાં આવી નથી. જો કે શરૂઆતમાં એકાદ બે ગામની શેરીમાં ભૂગર્ભ ગટર નાખવાનો પ્રયાસ કર્યો હતો. પણ પથરાઉ જમીનને કારણે એ પ્રયાસ નિષફળ નીવડ્યો હતો. જ્યારે આ ગામમાં ખેતી થાય છે. ગામની થોડે દુર ખેતી હોય ત્યાં નીચે પથ્થરોની ખીણ ન હોય એટલે વર્ષોથી ખેતી થાય છે.
વાંકાનેર તાલુકાના ખાનપર ગામના સરપંચ મુકતાબેન સારલાના જણાવ્યા મુજબ તેમનું ગામ રાજાશાહી વખતનું હોય અને ગામની 1250ની વસ્તી અને આ વસ્તીનો મુખ્ય વ્યવસાય ખેતી હોય તેમાં સિંચાઇની સુવિધા હોવાથી ગામની ખેતી હરિભરી અને સમૃદ્ધ હોવાથી ગામલોકો પ્ણ હજુ પણ ખેતી ઉપર ઉપજ મેળવીને રોજગારી મેળવે છે. ગામા સુવિધાઓ જોઈએ તો 1થી 8 ધોરણની શાળા, આંગણવાડી અને પીવાના પાણીનું મોટું સુખ છે. ગામના રસ્તા 60 ટકા તૈયાર છે પણ ભૂગર્ભ ગટર નથી. નીચે પથ્થરની સડકને કારણે પથ્થર તુંટતા ન હોવાથી આ ગામમાં ગટર ઉપલબ્ધ થઈ નથી.જો કે ગામમાં લોકોના અલગ અલગ મકાન હોવાથી ઘરનું વેસ્ટજ પાણી તેમજ વરસાદી પાણીનો નિકાલ થઈ જાય છે અંર સફાઈ પણ વ્યવસ્થિત થઈ જતી હોય ગંદકીની સમસ્યા ઉદભવતી નથી અને આ ગામને બીજા ગામો સાથે જોડતા રસ્તા કાચા હોય પાકા કરવાની માંગ ઉઠી છે.