Thursday - Apr 23, 2026

ચારિત્ર્યની શંકાએ પરિવારમાં કરુંણાતીકા સર્જી : હળવદમાં પત્નીની હત્યા કરી પતિએ વખ ઘોળ્યું

ચારિત્ર્યની શંકાએ પરિવારમાં કરુંણાતીકા સર્જી : હળવદમાં પત્નીની હત્યા કરી પતિએ વખ ઘોળ્યું

મોરબી જિલ્લાના હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં દંપતી વચ્ચે ચારિત્ર્યની શંકાએ કરુંણાતીકા સર્જી હતી. જેમાં ચારિત્ર્યની શંકાએ પતિએ પોતાના જ ઘર સંસારનો માળો વિખી નાખ્યો હતો.આ બાબતે પત્ની સાથે એટલી હદે બોલાચાલી થતા પત્નીની હત્યા કરીને  અને પોતે પણ એટલે પતિએ પણ ઝેરી દવા પીને જીવનનો અંત આણી લેતા તેમના વિસ્તારમાં વિસ્તારમાં અરેરાટી મચી ગઇ હતી.

હળવદના પોલીસ અધિકારી આર.ટી. વ્યાસના જણાવ્યા મુજબ હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા પતિ યુનુસભાઈ સંધીએ તેમની પત્ની મદીનાબેન યુનુસભાઈ સંધી  ઉ.વ.૩૫ને છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. હત્યારા પતિ યુનુસભાઈના આ બીજા લગ્ન હતા. પહેલી પત્નીનું અવસાન થતાં આ બીજી પત્ની સાથે લગ્ન કર્યા હોય પણ તેમને સંતાનમાં કાઈ નોહોતુ. જ્યારે પ્રથમ પત્નીના સંતાનો છે પણ તે અલગ રહે છે. આ પતિ પત્ની એકલા જ રહેતા હોય પણ પતિ યુનુસભાઈના મનમાં ચારિત્ર્યનો કીડો સળવળતા તે વારંવાર પત્ની ઉપર ચારિત્ર્યની શંકા કરી  ઝઘડો કરતો હોય આજે પણ આ બાબતે ઝઘડો થતા પતિના મગજમાં એટલું બધું ખૂનન્સ છવાઈ ગયું હતું કે તેણે પત્નીની છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી. બાદમાં પતિએ પણ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. ચારિત્ર્યની શંકાએ આ યુગલના જીવનનો કરુણ અંત આવતા તેમના પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે.