મોરબી ભડિયાદ રોડ ઉપર.ચાલીને જઈ રહેલા વૃદ્ધને આંતરી ઉછીના નાણાં આપવા માંગણી કરતા વૃદ્ધે પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ વૃદ્ધને જાતિ પ્રત્યે અપમાનિત કરી છરીનો ઘા ઝીકી દેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે અને આ બનાવની તેઓએ ફરિયાદ નોંધાવી છે.
મોરબીના ભડિયાદ કાંટા નજીક રહેતા દેવજીભાઈ છગનભાઇ પરમાર ઉવ.65 ચોકદારની નોકરી કરી ઘેર તરફ ચાલીને જઈ રહ્યા હોય ત્યારે પાટીદાર કારખાના પાસે આરોપી પ્રભુભાઈ બાબુભાઇ સુરેલા નામનો શખ્સ સામે મળતા દેવજીભાઈ પાસે ઉછીના પૈસા માંગતા દેવજીભાઈએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે દેવજીભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી છરીનો ઘા ઝીકી દેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. અને આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.