Monday - Aug 24, 2026

મોરબીના મયુંરપુલ પર બાઇક ચલાવી જોખમી સ્ટંટ કરનાર શખ્સ ઝડપાયો

મોરબીના મયુંરપુલ પર બાઇક ચલાવી જોખમી 
સ્ટંટ કરનાર શખ્સ ઝડપાયો

મોરબીના મયુરબ્રિજના ફૂટપાથ ઉપર બાઇક ચલાવીને સ્ટંટ કરી સોશ્યલ મીડિયા ઉપર વિડીયો મૂકી સીન સપાટા કરવા એક શખ્સને ભારે પડ્યા હતા.પોલીસે મયુંરપુલ પર બાઇક ચલાવી જોખમી 
સ્ટંટ કરનાર શખ્સને ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

મોરબીમાં મયુરપુલ ઉપર જોખમી રીતે બાઇક ચલાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમા મયુરબ્રિજના ફુટપાથ ઉપર એક શખ્સ પોતાનું નંબર પ્લેટ વગરનું બાઇક ફુટપાથ ઉપર ચલાવીને સીન સપાટા નાખ્યા હતા. ટ્રાફિક પોલીસે તુરંત હરકતમાં આવી આ બાઈકના નંબર-GJ-36-AD-5108 ના ચાલક કિરીટ બાબુભાઇ અગેચણીયા ઉ.વ.૨૪ રહે. વીસીપરા, અંગેચણીયા વાડી વિસ્તાર, અમરેલી રોડ, મોરબી-02ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરીને કાયદાનું ભાન કરાવ્યું હતું.