વાંકાનેર તાલુકાનું કણકોટ ગામ મોટું હોય અને 1,2,3 એમ ત્રણ વિભાગમાં વહેચાયેલું હોય અને ગામની વસ્તી 4 હજાર હોય પણ વસ્તી ખેતી ઉપર નિર્ભર છતાં સિંચાઇ માટે કેનાલની સુવિધા નથી. આથી આ ગામની આખી ખેતી ભગવાન ભરોસે છે. એટલે વરસાદ આધારિત ખેતી છે. વરસાદ સારો પડે તો ખેતી હરિ ભરી હોય અને વરસાદ ન પડે તો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. આથી આ ગામમાં ખેતી માટે કેનાલની સુવિધા આપવાની માંગ ઉઠી છે.
વાંકાનેર તાલુકાના કણકોટ ગામના સરપંચ લાભુબેન ગાંડુભાઇએ જણાવ્યું હતું કે, તેમનું ગામ રાજાશાહી વખત પહેલાનું ગામ છે અને ગામમાં હાલ 4000 હજારની વસ્તી હોય પણ આ વસ્તી ખેતી ઉપર નિર્ભર હોવા છતાં સિંચાઇની કમી છે. ગામમાં આરોગ્ય કેન્દ્રની પણ કમી છે. ગામ મા 1થી8 ધોરણની પ્રાથમિક શાળા અને 9થી12 માધ્યમિક શાળા છે. પીવાના પાણીની હાલ કોઈ સમસ્યા નથી. ગામની અંદરના માત્ર 60 ટકા રોડ રસ્તા, 60 ટકા ભૂગર્ભ ગટર વ્યવસ્થિત છે. કચરા માટે વાહન આપ્યું નથી. તેથી ગ્રામ પંચાયત જાતે કચરાનો નિકાલ કરે છે. જ્યારે આ ગામને જોડતા બીલેશ્વર, વણઝારા,ખીજડિયા કાચા માર્ગ છે. તેમાંય પણ થોરાળા ગામના માર્ગની પટ્ટી સાવ બેકાર થઈ ગઈ છે. જેમાં રેલવે કામગીરી દરમિયાન માલ વાહક ડમ્પરો દોડતા હોવાથી આ માર્ગ ખરાબ થઈ ગયો છે. આગળ રેલવેનું કામ ચાલુ હોય એટલે માલ પરિવહન ખૂબ હોવાથી આ પટ્ટી ખખડધજ થઈ ગઈ છે.તેથી આ ગામનો માર્ગ નવો બનાવવાની માંગ છે.પંચાયત કચેરી પડી ગઈ હોય નરેગા યોજના હેઠળ મંજુર થઈ છે. હજુ એના ઉપર કાર્યવાહી થઈ નથી. તો વેહલી તકે પંચાયત કચેરી નું પણ કામ કરવાની માંગ છે.