મોરબીના રવાપર – લીલાપર કેનાલ રોડ ઉપર સૂર્યકીર્તિ સોસાયટીમાં વર્ધમાન એપાર્ટમેન્ટ નજીક આખલાઓ યુદ્ધે ચડ્યા હતા અને આ આખલાઓની લડાઈમાં 10 કાર હડફેટે ચડી જતા કાર માલિકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા.
મોરબીમાં નગરપાલિકા તંત્રના પાપે દ્વારા રઝળતા ઢોરનો ત્રાસ વધ્યો છે. ગમે ત્યારે કોઈને કોઈ વિસ્તારમાં આખલા યુદ્ધ થાય છે અને આખલાની હડફેટે વાહનો ચડી જાય છે. ત્યારે આજે રવાપર – લીલાપર કેનાલ રોડ ઉપર સૂર્યકીર્તિ સોસાયટીમાં આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટ નજીક રઝળતા ઢોર વચ્ચે ભારે લડાઈ જામી હતી. આ આખલાઓની ઢીકે દસ જેટલી કાર ચડી જતા કારોમાં ભારે નુકશાની થઇ હતી. આ ઘટનાને પગલે વાહન માલિકોને વગર વાંકે નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો.