Thursday - Apr 23, 2026

પાડોશી મહિલાને ઓળખીતાના નામે વૃદ્ધ સાથે ઓનલાઈન ઠગાઈ કરવી ભારે પડી

પાડોશી મહિલાને  ઓળખીતાના નામે વૃદ્ધ સાથે ઓનલાઈન ઠગાઈ કરવી ભારે પડી

મોરબીની નાગનાથ શેરીમાં રહેતા કર્મકાંડી ભુદેવને તેમના પાડોશમાં રહેતી મહિલા ઉપર ભરોસો મુકવો 18 લાખમાં પડ્યો હતો. જેમાં આ બેન્ક કર્મચારી મહિલા પાડોશી હોવાના નાતે પણ પાડોશી ધર્મ ભૂલીને વૃદ્ધ સાથે ઓનલાઈન ઠગાઈ કરવી ભારે પડી હતો. આ વૃદ્ધની મરણ મૂડી બેંકમાં ફિક્સ ડીપોઝીટ કરાવી હોય બેંક કર્મચારી હોવાના નાતે મહિલાએ વિશ્વાસ કેળવી ઈન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ મેળવી ૧૮ લાખની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી, ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

મોરબીની નાગનાથ શેરીમાં રહેતા મુકેશભાઈ મહાદેવભાઈ પંડ્યા (ઉ.વ. 64)એ હાલ વડોદરા રહેતા ભાવીશાબા એસ ઝાલા સામે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે,આ વૃદ્ધ મુકેશભાઈ અને આરોપી ભાવીશાબા પડોશી હોય અને એકબીજાથી પરિચિત હોવાના નાતે વૃદ્ધએ આ મહિલા ઉપર પોતાની મરણમૂડી સમાન રકમ રૂ. 18 લાખને સાચવી રાખવા માટે વિશ્વાસ મુક્યો હતો. પણ મહિલા બેન્ક કર્મચારીએ વૃદ્ધના ભરોસો ઉપર પાણી રેડી દેવા માટે તેમને વિશ્વાસમાં લઈને મુકેશભાઈ પંડ્યાની મરણમૂડી સમાન મોટી રકમ ડીપોઝીટ કરાવી હતી. આ  બેંક એકાઉન્ટની ગોપનીય રખવાની માહિતી જેવી કે ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડને જાણી લઈને ઓનલાઈન ફ્રોડ કરવા માટે પાસવર્ડનો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કરી ગત તા.4, 8, 2023 થી તા. 8,8,2023 દરમિયાન મુકેશભાઈની ફિક્સ ડીપોઝીટમાં રહેલા નાણા પૈકી રૂ ૧૮ લાખ આ વૃદ્ધની  જાણ બહાર અલગ અલગ બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી, ઉચાપત કરી મેળવી લઈને બેંક કર્મચારી તરીકે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે ગુન્હો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.