Thursday - Apr 23, 2026

સીરામીકના કર્મચારીને ઓનલાઈન જોબની ઓફર ભારે પડી

સીરામીકના કર્મચારીને ઓનલાઈન જોબની ઓફર ભારે પડી

મોરબીના સીરામીક કર્મચારીને ઓનલાઈન જોબની ઓફર ભારે પડી હતી. આ યુવાનને કોઈ સાઇબર ક્રાઈમના માસ્ટર માઈન્ડ ભેજાબાજે નોકરીની લાલચ આપી તેના માટે લિંક મોકલી તે લિંકના આધારે ગૂગલ પે અને ફોન પે મારફતે યુવાનના બેન્ક એકાઉન્ટમાંથી જુદા-જુદા બે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને રૂા.૭૭,૮૫૦ નું ઓનલાઈન ફ્રોડ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે.

મોરબીની માધાપર શેરી રહેતા અને સીરામીકમાં નોકરો કરતા ભરતભાઇ ચમનલાલ ડાભી (ઉ.વ ૩૨) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ઓનલાઈન ફ્રોડની ફરિયાદ મુજબ ગત તા.૨૨-૩-૨૪ ના તેઓ મોરબીના લાલપર નજીક આવેલી સીરામીક ફેકટરીમાં નોકરી પર હતા. તે સમયે ઓનલાઈન ઠગબાજે ઓનલાઈન જોબની ઓફર આપી શિશામાં ઉતાર્યો હતો. પહેલા ટેલીગ્રામમાં mvs8826.cc/index વાળી લીંક મોકલીને ઓનલાઇન જોબ આપવાનું કહી વિશ્વાસ કેળવી બાદ ટેકનીકલ માધ્યમથી ઇલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ કરી તેના બે બેંક એકાઉન્ટ મારફતે આ બન્ને  એકાઉન્ટમાંથી ફોન પે તથા ગુગલ પે મારફતે ફરીયાદી પાસેથી કુલ રૂ.૭૭,૮૫૦ મેળવી લીધા હતા.જે નાણા આજદીન સુધી પરત નહી આપતા વિશ્વાસઘાત કર્યો હોવાનું માલુમ પડતા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.