Friday - May 08, 2026

માળીયાના સરવડમાં માતાપિતાને ગાળો ભાંડતા કપાતરને સમજાવા જતા પાડોશીની કારમાં તોડફોડ કરી ધમકી

માળીયાના સરવડમાં માતાપિતાને ગાળો ભાંડતા કપાતરને સમજાવા જતા પાડોશીની કારમાં તોડફોડ કરી ધમકી

મોરબી : માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે માતાપિતા અને કાકા - કાકીને જાહેરમાં ગાળો ભાંડી રહેલા શખ્સને સમજાવવા જતા પાડોશમાં રહેતા યુવકને આરોપીએ ગાળો આપી માર મારવાની ધમકી આપ્યા બાદ કારમાં તોડફોડ કરતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામના વતની અને હાલમાં મોરબી ખાતે કન્યા છાત્રાલય રોડ પર સરદારનગરમા રહેતા ફરિયાદી નિલેશભાઈ દુર્લભજીભાઈ શેરસિયા ઉ.વ.42 નામના વેપારીએ આરોપી ચિરાગ રમેશભાઈ ગામી રહે.સરવડ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી ચિરાગ તેના માતા પિતા અને કાકા કાકીને ગાળો આપતો હોય જેથી પાડોશીના નાતે નિલેશભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી ચિરાગે નિલેશભાઈને ગાળો આપી માર મારવાની ધમકી આપી નિલેશભાઈની શેરીમાં પડેલી જીજે -03 -એફકે - 3197 નંબરની કારમાં પથ્થર તેમજ ધોકા મારી નુકશાન પહોચાડ્યું હતું. આ બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.