મોરબી: વર્ષો પહેલાં સૌરાષ્ટ્રને હચમચાવી દેનારા ચકચારી નિખિલ ધામેચા હત્યા કેસમાં એક અતિ મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો છે.
હાઇકોર્ટના આદેશ બાદ તપાસ સંભાળનારી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન CBI ની ટીમને કેસને ઉકેલવા માટેના અત્યંત મજબૂત પુરાવાઓ અને નિર્ણાયક કડીઓ હાથ લાગી છે.
વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ પુરાવાઓના આધારે CBI હવે કેસની તપાસની ગતિ વધારશે અને ટૂંક સમયમાં જ આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરશે.નિખિલના પિતા દ્વારા હાઇકોર્ટમાં CBI તપાસની માંગ કરવામાં આવી હતી,
આ કેસ સંદર્ભે મોરબીમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે બાળકની હત્યાનું રહસ્ય જલદી જ ખૂલી શકે છે અને પરિવારને ન્યાય મળી શકે છે.