Saturday - Apr 25, 2026

ટંકારામા બે દીવાલ વચ્ચે પ્લાસ્ટર કામ કરતી વેળાએ દીવાલ ધરાશયી થતા શ્રમિકનું મોત

ટંકારામા બે દીવાલ વચ્ચે પ્લાસ્ટર કામ કરતી વેળાએ દીવાલ ધરાશયી થતા શ્રમિકનું મોત

ટંકારા : ટંકારા શહેરના લતીપર રોડ ઉપર ગોકુલધામ વિસ્તારમાં નવા બની રહેલા શાલીગ્રામ સિગ્નેટ નામના કોમ્પ્લેક્સના બાંધકામ દરમિયાન બે દીવાલ વચ્ચે પાલક બાંધી પ્લાસ્ટર કામ કરતી વેળાએ દીવાલ ધરાશયી થતા મૂળ મધ્યપ્રદેશના વતની અને ટંકારા ખાતે રહેતા લુઈસભાઈ સિરીલભાઈ વસુનિયા ઉ.વ 27 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.