મોરબીનાં મુસ્લિમ પરિવારને ટંકારાના સાવડી ગામ નજીક વળાંક પર અકસ્માત નડ્યો હતો. જેમાં મુસ્લિમ પરિવાર સીએનજી રિક્ષામાં મોરબીથી ધ્રોલ ખાતે તાજીયા જોવા જતો હતો. ત્યારે રીક્ષા પલ્ટી ખાઈ જતાં પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. હાલ ઘવાયેલાં પિડિતોને ટંકારા સિવિલ હોસ્પિટલ પર લઈ જવાયાં છે. વધું ગંભીર લોકોને મોરબી મોકલવાં તજવીજ શરૂ કરાઈ છે.