Sunday - Jul 26, 2026

મોરબીમાં નવું બાઇક લીધા બાદ યોગ્ય સર્વિસ ન આપીને રીપેર કરીને બાઇક પરત ન આપ્યાની ફરિયાદ

મોરબીમાં નવું બાઇક લીધા બાદ યોગ્ય સર્વિસ ન આપીને રીપેર કરીને બાઇક પરત ન આપ્યાની ફરિયાદ

મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા કાસુન્દ્રા હિતેષભાઇ આર. એ ઓલા બાઇક કંપનીમાંથી નવું બાઇક લીધા બાદ આ બાઇકમાં બેટરીનો ફોલ્ટ હોય રીપેર કરવા આપ્યું હોય પણ આજદિન સુધી કંપનીએ સર્વિસ કરીને બાઇક પરત ન આપતા અંતે યુવાને પોલીસને અરજી કરીને દાદ માંગી છે.

હિતેષભાઇએ મોરબી એ ડિવિજન પીઆઈને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, તેઓએ ૧૦ મહિના અગાઉ ઓલા કંપનીનું ઓલા-એસ-૧ એર રૂા. ૧,૪૦,૦૦૦ કિંમતે ઓલા બાઇકના ડિલર દેવરથભાઇ વ્યાસ (મો. ૯૮૨૬૩ ૭પપર૯) પાસેથી લીઘલ હતું. હાલ મારુ બાઇકમાં બેટરીનો બી.એસ.એમ. ખરાબ થઈ જવાને લીધે મેં મારુ બાઇક તા. ૨૭-૦૬-૨૦૨૪ના રોજ રીપેરીંગ માટે શનાળા રોડ પર આવેલ ઓલા શોરૂમના સર્વિસ ડિપાર્ટમેન્ટમાં આપેલ હોય આમ ૨૦ દિવસ થઇ ગયેલ હોય છતાં મારુ આ બાઇક હજુ રીપેર થયુ નથી અને ત્યાંના સર્વિસ વાળા મારા મોબાઇલ નંબર બ્લોક લીસ્ટમાં નાખી દીધેલ છે અને સરખો જવાબ આપતા નથી. આ ઉપરાંત આ શો-રૂમના સર્વિસના હેડ (રાજકોટ શો-રૂમ, નિલેશભાઈ પટેલ)ને વારંવાર આ બાબતે અપીલ કરી હતી. છતાં મારો મોબાઇલ ફોન નંબર બ્લોક લીસ્ટમાં રાખેલ છે અને યોગ્ય જવાબ આપતા નથી. હાલ હજી સુધી આ બાઇકના ઈ.એમ.આઈ. ચાલુ હોય. અને આ બાઇકની કોઇપણ હજી સુધી સર્વિસ કે રીપેર કરેલ નથી. તો બાબતે અમારે કોનો સંપર્ક કરવો ? શું કરવું ? તે બાબતે પણ કોઇ યોગ્ય જવાબ આપતા નથી.આથી આ બાબતે કાનૂની રાહે પગલાં લેવાની માંગ કરી છે.