માળિયા મિયાણા શહેરના હંજિયાસરમાં રહેતા હાજી અબ્દુલ મોવર નામના 55વર્ષીય આધેડની ગઈ કાલે મચ્છુ નદીના તલાવડાના પાણી.માંથી એક છેડો ગળાના ભાગે બાંધેલો જ્યારે બીજો છેડો બાઈક સાથે બાંધેલ હાલતમાં મળી આવતા પોલીસે તાત્કાલિક ઘટનસ્થળે પહોંચી હતી. અને ઘટના અસામાન્ય મોત લાગતા તાત્કાલિક મૃતદેહ પ્રથમ માળિયા સિવિલ હોસ્પીટલમાં ખસેડ્યા બાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યા હતા જતા મૃતક ને ગળાના ભાગે ટૂંપો દીધા હોવાનું તેમજ મોટા પ્રમાણન ઊંઘની ગોળી દીધા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે પરિવારની પૂછપરછ હાથ ધરતા સમગ્ર બનાવનો ભાંડો તરત જ ફૂટી ગયો હતો. હાજી અબ્દુલ મોવરની હત્યા અન્ય કોઇ એ નહિ પણ ખુદ તેની પત્નીશેર બાનું હાજી મોવર અને સાળા ઇમરાન હેદર ખોડએ જ કરી હોવાનું સામે આવ્યું હતું.મૃતક અબ્દુલ મોવરે તેની સગી દીકરી પર નજર બગાડી હોવાની આશંકા જતાં પત્નીએ પિત્તો ગુમાવ્યો હતો અને પતિનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું જે બાદ તેના ભાઈને તેમાં સાથે રાખી પહેલા ચા અને ખોરાકમાં ઊંઘની ગોળી દઈ બેભાન કરી દિધો હતો બાદમાં ગળાનાં ભાગે ચૂંદડી વડે ગળે ટૂંપો દઈ પતાવી દીધો હતો અને બાદમાં તેને મચ્છુ નદી સુધી લઈ ગયા હતા અને પકડાઈ ન જવાની બીકે બાઈક સાથે બાંધી દઈ મચ્છુ નદીમાં ફેંકી દીધો હતો.બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે મૃતકના પુત્ર સાહિલ હાજી મોવર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેના આધારે પોલીસે આરોપી શેરબાનું મોવર અને તેના ભાઈની અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.