Wednesday - Jul 29, 2026

મોરબી ટ્રાફિક પોલીસે ખોવાયેલું દસ્તાવેજો ભરેલું પાકીટ પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

મોરબી ટ્રાફિક પોલીસે ખોવાયેલું દસ્તાવેજો ભરેલું પાકીટ પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

ટી.આર.બી. મહિલા જવાનને એચ.ડી.એફ.સી. ચોક ખાતે મળેલું પાકીટ તપાસ બાદ અસલી માલિકને સોંપાયું

મોરબી : મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સંબંધ વધુ મજબૂત બને તેવા પ્રયાસો વચ્ચે મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, એચ.ડી.એફ.સી. ચોક ખાતે ફરજ બજાવી રહેલા ટી.આર.બી. મહિલા જવાન સમજુબેનને એક પાકીટ મળી આવ્યું હતું. તેમણે તાત્કાલિક તે પાકીટ ટ્રાફિક શાખાના પીએસઆઈ ડી.બી. ઠક્કરને સોંપ્યું હતું. પાકીટમાં રહેલા દસ્તાવેજોના આધારે માલિકની ઓળખ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ખરાડીના માર્ગદર્શન હેઠળ મોબાઇલ ફોન દ્વારા પાકીટના માલિકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ત્યારબાદ માલિકને ઉમિયા સર્કલ ખાતે બોલાવી જરૂરી ચકાસણી બાદ દસ્તાવેજો સહિતનું પાકીટ પરત સોંપવામાં આવ્યું હતું.

પાકીટ પરત મળતાં તેના માલિકે મોરબી ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, "પોલીસ પ્રજાનો મિત્ર છે" તે વાતને મોરબી ટ્રાફિક પોલીસે પોતાની કામગીરી દ્વારા સાચા અર્થમાં સાબિત કરી છે.

મોરબી ટ્રાફિક પોલીસે ખોવાયેલું દસ્તાવેજો ભરેલું પાકીટ પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું