Wednesday - Apr 22, 2026

ધી મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી. મોરબીનો રવિવારે ચૂંટણી જંગ

ધી મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી. મોરબીનો રવિવારે ચૂંટણી જંગ

કુંભકોના ડિરેક્ટર અને સહકારી ક્ષેત્રેના માંધાતા મગનભાઈ વડાવીયા પ્રેરિત ઉગતા સૂરજની સહકાર પેનલને બહુમતીથી ચૂંટી કાઢવા હાકલ કરાઈ

મોરબી : મોરબીમાં બહોળા પ્રમાણમાં સભાસદો ધરાવતી પ્રતિષ્ઠિત ધી મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી.મોરબીનો રવિવારે ચૂંટણી જંગ ખેલાવાનો છે. જો કે ચૂંટણી જંગમાં કુંભકોના ડિરેક્ટર અને સહકારી ક્ષેત્રેના માંધાતા મગનભાઈ વડાવીયા પ્રેરિત ઉગતા સૂરજની સહકાર પેનલનો વિજય નિશ્ચિત મનાય છે. આ ચૂંટણી તા.28ને રવિવારે સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે.જેમાં સભાસદોને કિંમતી અને પવિત્ર મત સહકાર પેનેલના ઉમેદવારોના ઉગતા સૂરજના ચિન્હ પર લગાવી જંગી બહુંમતીથી વિજયી બનાવવાની અપીલ કરવામાં આવી છે.

મોરબીના નોકરીયાત, ઉધોગ,વેપાર-ધંધા સહિત દરેક ક્ષેત્રે સંકળાયેલા પ્રતિષ્ઠિત લોકોની ધી મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી.મોરબી
વ્યવસ્થાપક સમિતિની સદસ્યોની ચૂંટણીમાં મુખ્ય સમર્થકો અને હોદ્દેદારોમાં
* મગનભાઈ વડાવિયા: ડાયરેક્ટરશ્રી, ઈફ્કો-ન્યુ દિલ્હી / વાઈસ ચેરમેનશ્રી, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેંક લી.
* અમૃતલાલ વીડજા: ડાયરેક્ટરશ્રી, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેંક લી.
* ધનજીભાઈ કુંડારિયા: ડાયરેક્ટરશ્રી, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેંક લી.
* ભવાનભાઈ ભાગીયા: ચેરમેનશ્રી, એ.પી.એમ.સી.-મોરબી
* વિજયભાઈ હુંબલ: ડાયરેક્ટરશ્રી, એ.પી.એમ.સી.-મોરબી
* વિનુભાઈ લોરિયા: ડાયરેક્ટરશ્રી, એ.પી.એમ.સી.-મોરબી
* નવીનભાઈ ફેફર: ચેરમેનશ્રી, મોરબી તાલુકા ખરીદ વેચાણ સંઘ લી.
* મનહરભાઈ બાવરવા: ચેરમેનશ્રી, માળીયા તાલુકા ખરીદ વેચાણ સંઘ
* બાબુભાઈ ઉધરેજા: ચેરમેનશ્રી, મોરબી માળીયા પ્રોસેસિંગ કો.ઓપ.સો.લી.
* જયંતિલાલ દેત્રોજા: ડાયરેક્ટરશ્રી, રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘ
* મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા: ઉપપ્રમુખશ્રી, રાજકોટ જિલ્લા પ્રકાશન
* મનસુખભાઈ ભાડજા: ડાયરેક્ટરશ્રી, રાજકોટ જિલ્લા સહકારી સંઘ
* અમરશીભાઈ દેત્રોજા: પ્રમુખશ્રી, મોરબી વિભાગ સેવા સહકારી મંડળી
* રસિકભાઈ ગોવિંદભાઈ બરાસરા: સામાજિક આગેવાન
* બળવંતભાઈ કોટડિયા: સહકારી આગેવાન પ્રેરિત ઉગતા સૂરજના નિશાનની સહકારી પેનેલ ઉમેદવારો કાનજી રઘુભાઈ ભાગીયા, કિશોર પ્રભાતભાઈ રાઠોડ, ગણેશભાઈ મોહનભાઈ પડસુંબિયા, દલસુખભાઈ વાઘજીભાઈ પટેલ, દેવકરણ મોહનભાઈ બાવરવા, ધનજીભાઈ ગણેશભાઈ કંજારીયા, પ્રભુલાલ વીરજીભાઈ પનારા, પ્રાણજીવન છગનલાલ જાકાસણીયા, શાંતિલાલ હરિભાઈ બાવરવા, હસમુખ કરશનભાઈ અમૃતીયા તેમજ મહિલા વિભાગમાં પુષ્પાબેન હસમુખભાઈ હળવદીયા, સુધાબેન ગોવિંદભાઈ પટેલ, અનુ. જાતિ/અનુસૂચિત જનજાતિ વિભાગ (SC/ST) જમનાદાસ અમરાભાઈ સોલંકીને બહુમતીથી ચૂંટી કાઢવા હાકલ કરાઈ છે.

નોંધ: મતદાન કરતી વખતે આધાર કાર્ડ અથવા ફોટાવાળું ઓળખ કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે.

ધી મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી. મોરબીનો રવિવારે ચૂંટણી જંગ