મોરબી : મોરબી પંથકમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોના આજે સવારે 10:15 વાગ્યાના અરસામાં ધીમી ધારે માવઠું શરૂ થયુ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કચ્છ પંથકમાં વરસાદ પણ પડ્યો હતો. તેવામાં આજે રાજકોટ અને મોરબી જિલ્લાના અનેક વિસ્તારમાં સવારથી વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે. સાથે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.