Wednesday - May 06, 2026

મોરબીમાં સીએમની મુલાકાત સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

મોરબીમાં સીએમની મુલાકાત સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગામી ૨૬ માર્ચના રોજ મોરબી જિલ્લાની સંભવિત મુલાકાત બાબતે તૈયારીઓના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ડોમ, ગ્રાઉન્ડ, બેઠક વ્યવસ્થા, ડાયસ પ્લાન અને આનુષાંગિક વ્યવસ્થાઓ, હેલીપેડ, ગ્રીનરૂમ, લોકાર્પણ થનાર વિકાસ કાર્યોની તખ્તી, આરોગ્ય સેવાઓ, વીજ પુરવઠો, પીવાનું પાણી, ફાયર ફાઈટર અને કાયદો વ્યવસ્થા જાળવવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી સબંધિત અઘિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આગામી ૨૬ માર્ચના રોજ ગુજરાતના માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી શહેર તથા જિલ્લાને અંદાજિત ૧૦૦૦ કરોડથી વધુની રકમના વિકાસ કાર્યોની ભેટ આપવા પધારનાર છે. તેમની પ્રેરક ઉપસ્થિતિમાં અનેક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે આ કાર્યક્રમ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર તૈયારીઓમાં જોડાઈ ગયું છે.