Monday - Jun 29, 2026

ડાયમંડનગર (આમરણ) ગામ માં છવાયો હિન્દુ એકતા નો કેસરીયો રંગ એટલે કે ભગવારંગ.

ડાયમંડનગર (આમરણ) ગામ માં છવાયો હિન્દુ એકતા નો કેસરીયો રંગ એટલે કે ભગવારંગ.

"નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી" ના નાદ સાથે
વર્ષો વર્ષ ની જેમ આ વર્ષ પણ જન્માષ્ટમી નિમિત્તે ડાયમંડનગર (આમરણ) ગામે સમસ્ત ગામ દ્વારા તારીખ -07/09/2023 ગુરુવાર રાત્રે 8:00 કલાકે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા અને મટુકી ફોડ કાર્યક્રમ યોજાશે. જેમાં શ્રી ક્રુષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ ના આયોજકો ના જણાવ્યા મુજબ રાત્રે ૮ કલાકે શોભાયાત્રા નો શુભારંભ ડાયમંડનગર મેઈન ગેટ પાસે થી થશે

ડાયમંડનગર (આમરણ) ગામ માં છવાયો હિન્દુ એકતા નો કેસરીયો રંગ એટલે કે ભગવારંગ.

શોભાયાત્રા રૂટ પર રૂક્ષ્મણી મટુકી,ગોપી મટુકી,વૃંદા મટુકી,યશોદા મટુકી, મીરા મટુકી,બાસૂરી મટુકી,રાધે મટુકી, સુદામા મટુકી, કૃષ્ણમ મટુકી,યમુના મટુકી,માધવ મટુકી,ગોપાલ મટુકી,તુલસી મટુકી,કેશવ મટુકી એમ કુલ ૧૪ મટુકીફોડ કરવાની રહેશે અને રાત્રે ૧૧:૩૦ કલાકે શોભાયાત્રા રામજી મંદિરે પહોંચશે ત્યાં રાસ ગરબા, કૃષ્ણ જન્મોત્સવ અને મહા આરતી જેવા કાર્યક્રમ કરી અને  શોભાયાત્રા ની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહેવા સૌ કોઈને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.