Saturday - May 16, 2026

હળવદના ગોલાસણ ગામની સીમમાં પત્ની સાથેના ઘરકાંકસમાં પતિએ કર્યા ઝેરના પારખા

હળવદના ગોલાસણ ગામની સીમમાં પત્ની સાથેના ઘરકાંકસમાં પતિએ કર્યા ઝેરના પારખા

હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં હસમુખભાઈ અરજણભાઈ માણાવદરિયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સુરસિંગ કેકડીયાભાઈ ધાણક ઉ.40 નામના ખેતશ્રમિકને તેની પત્ની ઊર્મિલાબેન સાથે નાની નાની બાબતમાં બોલાચાલી થતી હોય ગત તા.13ના રોજ પત્નીએ બાળકો સાચવવા માટે કહેતા મનમાં લાગી આવતા સુરસિંગએ ઝેરી દવા પી લેતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.17ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.