પરંપરાગત રીતે પ્રજાપતિ સમાજ માટી કલા સાથે જોડાયેલો છે. માટીકલાથી આગવી ઓળખની સાથે પ્રજાપતિ સમાજ માટે આજીવિકાનું સાધન છે. આજે ડીઝીટલ યુગમાં પણ ઘણા પ્રજાપતિ પરિવારો માટીકામથી રોજીરોટી મેળવવાની સાથે માટીમાંથી એવી કલા બનાવે છે કે જે જોઈને ભલભલા દંગ રહી જાય છે. માટીકલાએ સમગ્ર પ્રજાપતિ સમાજના લોકો માટે રોજીરોટી જ નહીં પણ આગવી ઓળખ પણ છે. મોરબીમાં ઘણા પ્રજાપતિ પરિવારો મતિકલથી આજીવિકા મેળવવાની સાથે માનભેર પ્રતિષ્ઠા પણ મેળવે છે. જેમાં મોરબીના ખરેડા ગામના સમાજના યુવકને પોતાની માટીકલાથી રાજસ્થાન રાજ્યમાં ગૌરવ પ્રાપ્ત થયું છે. રાજસ્થાન રાજ્યના માટીકલા બોર્ડ દ્વારા માટીકામ કરતા લોકોને વિશિષ્ટ એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરાઈ છે. ત્યારે રાજસ્થાનના માટીકામ બોર્ડના આ વખતે ખાસ એવોર્ડ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મોરબીના ખરેડા ગામના રસિકભાઈ પ્રજાપતિની સચ્ચી મિટ્ટી બ્રાન્ડની પસંદગી થઈ હતી. આથી રાજસ્થાનના જયપુર ખાતે રાજસ્થાનના માટીકલા બોર્ડ દ્વારા રાજ્ય મંત્રી દુગારામ કેડરના હસ્તે મોરબીના ખરેડા ગામના રસિકભાઈ પ્રજાપતિને અમૃત માટી માટીકલા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અટગી માત્ર મોરબી જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે આ ગૌરવની બાબત છે