Saturday - Jun 27, 2026

વરિયા પ્રજાપતિ સમાજના ગુરૂદ્વારો નકલંકધામ મંદિર હડમતિયા ખાતે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

વરિયા પ્રજાપતિ સમાજના ગુરૂદ્વારો નકલંકધામ મંદિર હડમતિયા ખાતે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

વરિયા પ્રજાપતિ સમાજનો ગુરૂદ્વારો એટલે નકલંકધામ મંદિર હડમતિયા ખાતે તાજેતરમાં ગુરૂ પૂર્ણિમા મહોત્સવ, સમાધી મંદિર જીણોધ્ધાર, ગુરૂ જીવણસ્વામી અને પ્રેમદાસ બાપુ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ,સામાજીક સેવા મંડળોના સન્માન ,એવોર્ડ સમારોહ, સંતવાણી અને મહાપ્રસાદ જેવા ભવ્ય ઉત્સવ જેવા આયોજન થયા હતા. આ આયોજન મહંત ગુરૂ મેહુલદાસ બાપુ અને નકલંકધામ વિકાસ સેવાયજ્ઞ સમિતી દ્રારા કરવામા આવ્યુ હતું. જેમા ખુબ જ બહોળી સંખ્યામા માનવ સમુદાય એકઠો થયો હતો.

વરિયા પ્રજાપતિ સમાજના ગુરૂદ્વારો નકલંકધામ મંદિર હડમતિયા ખાતે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

જાજરમાન સમારંભ યોજાયો હતો.જેમા વરિયા પ્રજાપતિ સમાજની 52 સમિતીના સન્માન કરવામા આવેલ હતા અને થાન,મોરબી ,રાજકોટ અને વાંકાનેરના દસ મહામુલા મહાનુભાવોને એવોર્ડ એનાયત કરવામા આવેલ હતા. જેમાં જીવણ સ્વામી એવોર્ડ સ્વ.આંબાભાઈ વેલાભાઈ નારણીયા - મોરબી, સ્વ.અણદાભાઈ પુનાભાઈ ભોરણીયા - મોરબી ,ડાયાલાલ પ્રેમજીભાઈ  કસસાગરા લોકસાહિત્યકાર - વાંકાનેર અને પ્રેમદાસ બાપુ એવોર્ડ સ્વ.રવજીભાઈ હીરાભાઈ અંદોદરીયા - થાનગઢ, કરમસીભાઈ ડોસાભાઈ ઉભડીયા - રાજકોટ ,સ્વ.અમરશીભાઈ મોતીભાઈ વાણેશીયા - મોરબી ,સ્વ. મનજીભાઈ ગોવિંદભાઈ ધરોડીયા - વાંકાનેર,સ્વ.હીરાભાઈ ભીમજીભાઈ ઉભડીયા - મોરબી ,સ્વ.દેવકરણભાઈ દામજીભાઈ મૈજડીયા - મોરબી અને મોહનભાઈ રૂડાભાઈ ધરોડીયા - મોરબી આ બધા મહાનુભાવોને એનાયત કરવામા આવેલ હતા. આ આયોજનને સફળ બનાવવામા સંજયભાઈ બદરેકીય, કવિ"હર"હષૅદરાય કણસાગરા,મહેશભાઈ પ્રજાપતિ,સંજય નારણીયા,લોકસાહિત્યકાર અક્ષય પ્રજાપતિ ,નિતીન મોદી ,નયન ભોરણીયા ,નવનિત નદાસિયા ,કાર્તિક સવાડીયા,કાનાબાપા ઘુમલીયા,યતિનભાઈ સવાડીયા,અમૃતભાઈ કોઠારીયાવાળા,નેજાધારી મંડળ હડમતિયા અને સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજે ભારે જહેમત ઉઠાવી હતી.આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કવિ"હર"હષૅદરાય અને અક્ષય પ્રજાપતિએ કર્યુ હતુ.તેમજ બે દીવસના આ આયોજનમા ચારથી પાંચ હજાર માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.

વરિયા પ્રજાપતિ સમાજના ગુરૂદ્વારો નકલંકધામ મંદિર હડમતિયા ખાતે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો