મોરબી:- મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામે આવેલ, અલખધણી ગૌશાળા દ્વારા તારીખ 8 1 2025 બુધવારથી તારીખ 14 1 2025 મંગળવાર સુધી ભવ્ય રામદેવ રામાયણ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનો રસપાન જાણીતા વક્તા બાળ વિદુષી રતનબેનજી કરાવશે, કાર્યક્રમની રૂપરેખા પ્રથમ દિવસે પોથીયાત્રા બીજા દિવસે નંદ મહોત્સવ ત્રીજા દિવસે શ્રી રામદેવજી મહારાજ પ્રાગટ્ય જેવા અનેક કાર્યક્રમ ભવ્ય રામદેવ રામાયણ કથા જ્ઞાનયજ્ઞમાં રાખેલ છે. આ સંદર્ભે તારીખ 11 1 2025 શનિવારે ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ રાખેલ છે જેના કલાકારો છે મિલન પટેલ રિંકલ પરમાર સાથે કશ્યપ ઉસ્તાદ એન્ડ ગ્રુપ નું સાજીદા રમઝટ બોલાવશે. તો આ કાર્યક્રમમાં અને ભવ્ય કથામાં અલખ ધણી ગૌશાળા ગામ ગોળખીજડીયા દ્વારા મોરબીની ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. વધુ માહિતી માટે ગૌશાળાના ફોન નંબર 9313156297 ઉપર કોલ કરી માહિતી મેળવી લેવી.