મોરબી:- છેલ્લા ઘણા સમયથી મોરબી ના આજુબાજુના વાડી વિસ્તારમાં ભુગર્ભ ગટર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બોરીયા પાટી વિસ્તારમાં પણ ભુગર્ભ ગટર નાખવાની કામગીરી પણ ચાલુ હોય જેમાં પ્લાન અને વર્ક ઓર્ડર મુજબ કામગીરી થતી ન હોય તેમજ શેરી અંદર ની લાઈન ૮ ઈંચ ની અને મેઈન લાઈન પણ ૮ ઈંચ ની નાખવાની કામગીરી હાથ ધરી હતી જેના વિરોધ માં સ્થાનિકો દ્વારા મેઈન લાઈન ૨૪ ઈંચ ની નાખવામાં આવે તેમજ વર્ક ઓર્ડર / પ્લાન મુજબ કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
જે અનુસંધાને અગાઉ પણ લેખીત સ્વરૂપે કલેકટર અને મામલતદાર, ચીફ ઓફિસર ને જાણ કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. અને આજની તારીખે ભુગર્ભ ગટર નાખવાની કામગીરી બંધ હાલતમાં છે.
જે અનુસંધાને આજરોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખીત આવેદનપત્ર આપવામાં આવ્યું છે, સ્થાનિકોની માંગણી સંતોષાય તેવી આશા નવનિયુક્ત કમીશ્નર પાસે છે અને ભુગર્ભ ગટર નાખવાની કામગીરી ફરી થી ચાલુ થાય તેવી આશા રાખીએ છીએ.