Saturday - Jul 18, 2026

મોરબીના બેલા (આ) ગામે કામે આવવા મામલે યુવાનના વાળ પકડી દિવાલમાં માથું ભટકાડ્યું

મોરબીના બેલા (આ) ગામે કામે આવવા મામલે યુવાનના વાળ પકડી દિવાલમાં માથું ભટકાડ્યું

મોરબી : મોરબી તાલુકાના બેલા (આ) ગામે કામે આવવાની બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા એક શખ્સે યુવાન પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ શખ્સે પહેલા ઢીકાપાટુંનો માર્યા બાદ પણ સંતોષ ન થતા તેણે યુવાનના માથાના વાળ અને શર્ટનો કાંઠલો પકડી બજાર વિસ્તારમાં તેમજ દિવાલમાં માથું અથડાવી દેતા આંખ પાસે ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

મોરબી તાલુકાના બેલા (આ) ગામે રહેતા આરીફભાઈ હાજીભાઈ સમા (ઉં.વ.25) પોતાના ઘર નજીક શેરીમાં ઉભા હતા ત્યારે ગામના ઈકબાલ ઉમરભાઈ જામ ત્યાં આવ્યા હતા. કામે આવવાની બાબતે બબાલ કરી ગાળાગાળી કર્યા બાદ તેમણે યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં આરોપીએ વધુ ઉશ્કેરાઈને ફરિયાદીના માથાના વાળ અને શર્ટનો કાંઠલો પકડી ગામની બજાર વિસ્તારમાં તેમજ દિવાલમાં માથું અથડાવતાં યુવાનને જમણી આંખની નેણ ઉપર ઈજા પહોંચી હતી. આથી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ તેમણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.