Saturday - Jul 18, 2026

મોરબીના નિવૃત એએસઆઈ અને પુત્ર પર હુમલો, સામાપક્ષે પણ છરીથી હુમલાની વળતી ફરિયાદ

મોરબીના નિવૃત એએસઆઈ અને પુત્ર પર હુમલો, સામાપક્ષે પણ છરીથી હુમલાની વળતી ફરિયાદ

વાવડી રોડ પર દારૂ - જુગારની પ્રવૃત્તિ નહિ કરવાનું કહેતા બોલાચાલી થયા બાદ મામલો બીચકયો

મોરબી : મોરબી શહેરના મીરાપાર્કમાં સોસાયટીમાં દારૂ જુગારની પ્રવૃત્તિ નહિ કરવાનું કહેતા ત્રણ આરોપીઓએ નિવૃત જમાદાર અને તેમના પુત્ર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર જાગી છે. આ બનાવના સમાપક્ષે પણ જમદારના પુત્રએ ગાળો આપી છરી વડે ઇજા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

મોરબીના વાવડી રોડ પર મીરાપાર્કમાં રહેતા નિવૃત એએસઆઈ મહેન્દ્રસિંહ નાથુભા ઝાલા ઉ.64એ આરોપી ઋત્વિક ધીરુભાઈ બાવાજી, સુલતાન પરમાર અને આરોપી મહેન્દ્રસિંહ રાણા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપીઓને સોસાયટીમાં દારૂ - જુગારની પ્રવૃત્તિ નહિ કરવાનું કહેતા આરોપીઓને સારું લાગ્યું ન હતું અને લોખંડના પાઇપ વડે હુમલો કરી ફરિયાદી તેમજ સાહેદ તેમના પુત્ર કુલદીપસિંહને ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.સામાપક્ષે ઋત્વિક ધીરુભાઈ ગૌસ્વામીએ આરોપી કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ ગાળા ગાળી કરી હાથમાં છરી મારી ઇજા કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.