મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતો યુવાન વાંકાનેરની યુવતી એમ બંને પ્રેમી યુગલ ભાગી જતા યુવતીના પરિવારજનો ઉશ્કેરાયા હતા અને રોષે ભરાયેલા પરિવારજનોમાં યુવતીના ભાઈ તેમજ બે અજાણી મહિલા સહિતના લોકોએ મકાન સળગાવીને 60 હજારની ઘરવખરોનો નાશ કરી દીધો હોવાની ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણનગરમાં રહેતા રાજેશભાઇ ડાયલાલ ચાવડા ઉ.વ. 51 નામના રીક્ષા ચાલક આધેડે વાંકાનેરના રોહિત કોળી અને તેની સાથે આવેલ બે મહિલા સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પુત્ર કાનજી અને વાંકાનેરની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય બન્ને પ્રેમી યુગલ ભાગી ગયા હતા. જો કે યુવતીને ભગાડી ગયા બાદ યુવતીના પરિવારજનો તેમના ઘેર આવ્યા હતા અને બાદમાં કાનજી વાંકાનેર પોલીસ મથકમાં હાજર થયો હતો. આથી રાજેશભાઇ પરિવાર સાથે વાંકાનેર જતા તા.8ના રોજ તેમના બંધ મકાનને સળગાવી નાખી રૂપિયા 60 હજારનું નુકશાન કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.