સદભાગ્યે એક સજ્જન સાથે ભેટો થઈ ગયા બાદ 181ના પ્રયાસોથી તરુણીની જિંદગી રોળાતા બચી
મોરબી : મોરબીમાં માતા સાથે ઝઘડો થવાથી તેની ના સમજ તરૂણ વયની પુત્રીએ નારાજ થઈને મધરાત્રે ઘર છોડી દીધું હતું. પણ સદભાગ્યે આ તરુણીનો સજ્જન સાથે ભેટો થઈ જતા તેમણે 181 મહિલા અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જાણ કરી હતી કે, એક કિશોરી રસ્તામાં આમતેમ ફરે છે. તે કોઈનું કઈ પણ માનતી નથી અને ખુબ જ ગભરાયેલી છે અને કિશોરી રડે છે કિશોરી ચિંતામાં છે માટે કિશોરીની મદદ માટે તુરંત જ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
કિશોરીને સુરક્ષિત રીતે બેસાડી તેને સૌપ્રથમ સાંત્વના આપી 181 ટીમેં વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેણી ખુબ જ ગભરાયેલી હોવાથી મોટીવેટ કરી ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ કર્યું હતું. કાઉન્સિલીગ દરમિયાન કિશોરીએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, તેણી માતા અને ભાઈ સાથેના પરિવાર સાથે રહે છે. પણ તેનો ભાઈ સાત મહિનાનો હતો ત્યારથી તેમના પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા. બંને ભાઈ બહેન તેમના માતા સાથે રહે છે. કામકાજ બાબતે તેમના માતા સાથે કિશોરીને વારંવાર ઝગડા થયા કરે છે અને વારંવાર અપશબ્દો બોલતા હોય જેથી કંટાળીને મધ્યરાત્રિએ ઘર છોડીને કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. આથી તેણીના ઘરે જઈ 181 ટીમે પરિવારના સભ્યોમાં માતા અને ભાઈ સાથે વાતચીત કરતા માતાએ કહ્યું કે, તેઓ તેના પતિની ગેરહાજરીમાં બંને બાળકોનું જતન કરે છે. હું મજુરી કામ કરીને મારા બાળકોની બધી જ જવાબદારી પુરી કરું છું છતાં માંરી દિકરી ઘરમાં કોઈનું કાઈ પણ માનતી નથી અને ઘર કામકાજ બાબતે કઈ પણ બોલું તો મારા સામે મોટા અવાજે બોલે છે અને વારંવાર ઘરની બહાર નીકળી જાય છે. આથી 181ની ટીમે પરિવાર અને કિશોરીને સલાહ સુચન અને માગૅદશૅન આપી તેમજ ખાસ માતા અને ભાઈને કિશોરી સાથે અયોગ્ય વર્તન ન કરવાં તેમજ તેણી સાથે મારઝુડ ન કરવાં અને તેનું કાળજીપૂર્વક ધ્યાન રાખી શિક્ષણ આપવા તેમજ કિશોરીને પણ માતા સાથે નાની નાની વાતમાં ઝઘડો ન કરી ઘરકામમાં મદદરૂપ થવા સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.