મોરબી : ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ સંડે ઓન સાયકલ અંતર્ગત મોરબી પોલીસ દ્વારા રવિવારે સાયકલ રેલી યોજવામાં આવી હતી. ખાસ કરીને પ્રજાની જાનમાલનું રક્ષણ કરવા ડ્યુટી ઇઝ ફર્સ્ટ અને ફેમેલી ઇઝ નેક્સ્ટની જેમ જ પોતાની ફરજ બજાવતા હોય જેથી સતત તણાવગ્રસ્ત રહેતા પોલીસના તન-મનને સશક્ત બનાવવા ચાલુ વરસાદે પણ આ સાયકલ રેલી કાઢવામાં આવી હતી. રાજકોટ રેંજ આઈજી અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સંડે ઓન સાયકલ થીમ પરની આ સાયકલ રેલીમાં મોરબી જીલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સાયકલ રેલી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી શરુ કરીને નગર દરવાજા સુધી પહોંચી હતી અને ત્યાંથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પરત ફરી હતી. આ ઉપરાંત ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત પોલીસ હેડ ક્વાર્ટર, મકનસર મોરબી ખાતે યોગા અને ઝુમ્બા-એરોબીક્સ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ફોટા રવિ બરાસરા