Friday - Jul 03, 2026

વાંકાનેરના વીડી ભોજપરા ગામે શેઢા ફરતે બાંધેલા ઝટકા તારને અડી જતા ગાયનું મૃત્યુ

વાંકાનેરના વીડી ભોજપરા ગામે શેઢા ફરતે બાંધેલા ઝટકા તારને અડી જતા ગાયનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામની સીમમાં વાડી માલિકે પોતાના શેઢા ફરતે ઝટકા તાર બાંધી વીજ શોક ગોઠવ્યો હોવાથી ફરિયાદી કાળુભાઇ દાનાભાઈ ગમારા રહે.ભરવાડપરા, વાંકાનેર વાળાની ગાય આ ઝટકા શોકને અડી જતા મૃત્યુ નિપજતા બનાવ અંગે વાડી માલિક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.