મોરબી : માળીયા (મી)ના નવા દેરાળા ગામના પાદરમાં આવેલ ટ્રાન્સફોર્મર ઉપર પાંચ વર્ષની બાળકી ચડી ગઈ હતી અને તે બાળકીને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં તે બાળકીનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની બાળકીના પિતાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટા ઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં માળીયા મીયાણા તાલુકાના નવા દેરાળા ગામે કમલેશભાઈના મકાનમાં ભાડેથી રહેતા રમેશભાઈ માંગીતીયાભાઈ ભીલ (35)ની પાંચ વર્ષની દીકરી મીનાબેન રમેશભાઈ ભીલ દેરાળા ગામના પાદરમાં આવેલ ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગઈ હતી અને ત્યાં તેને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે બાળકીનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની બાળકીના પિતાએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે