Saturday - Jun 13, 2026

અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત 19 વર્ષીય યુવાનને સફળતાપૂર્વક સર્જરી કરી સ્વસ્થ કરતી આયુષ હોસ્પિટલ

અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત 19 વર્ષીય યુવાનને સફળતાપૂર્વક સર્જરી કરી સ્વસ્થ કરતી આયુષ હોસ્પિટલ

મોરબી : મોરબીની નંબર વન આયુષ હોસ્પિટલમાં એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં આયુષ હોસ્પિટલની નિષ્ણાત ડોકટરોની ટીમે અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલા 19 વર્ષીય યુવાન ઉપર સફળતાપૂર્વક સર્જરી કરી તેને સ્વસ્થ કર્યો હતો.

19 વર્ષીય યુવાન કે, જેને રોડ એક્સિડન્ટમાં મોઢાં પર ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ખાસ આંખની આજુબાજુનું હાડકું,નાકના હાડકા, જડબા ના હાડકા બધે જ ફ્રેકચર હતા. આ ઉપરાંત ગંભીર ઈજાના લીધે નાકમાંથી અને મોઢામાંથી સતત લોહી વહેવાનું ચાલુ હતું. આવી પરિસ્થિતિમાં દર્દીને નાકમાંથી કે મોઢામાંથી નળી નાખીને (INTUBATION) કરીને બેભાન કરવું શક્ય નહોતું, જેથી મોરબી આયુષ હોસ્પિટલની ટીમ ડૉ શ્વેતા પ્રજાપતિ,ડૉ અદિતિ ઝાલાવાડિયા અને ડૉ દુષ્યંત ચાવડા દ્વારા SUBMENTAL INTUBATION કરીને એનેસ્થેસિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આટલું અતી જોખમી ઓપરેશન ઉપર જણાવેલ એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.