Saturday - May 18, 2024

અયોધ્યામાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવનના નિર્માણ માટે આજે રાત્રે મહાસભા રામધૂન સાથે મહાસભામાં 1111 ભૂમિ દાતાઓનું દાન લઈને જમીન ખરીદીનો નિર્ણય જાહેર કરાશે

અયોધ્યામાં સૌરાષ્ટ્ર કડવા  પાટીદાર ભવનના નિર્માણ માટે આજે રાત્રે મહાસભા
રામધૂન સાથે મહાસભામાં 1111 ભૂમિ દાતાઓનું દાન લઈને જમીન ખરીદીનો નિર્ણય જાહેર કરાશે

હિન્દૂની સનાતન સંસ્કૃતિની ધરોહર સમાજ ભગવાન શ્રી રામલલ્લાની જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન રામને બિરાજમાન થવાના 500 વર્ષ થતા દરેક દેશવાસીઓના હૈયામાં હરખ સ્માતો નથી. ત્યારે ખાસ ગુજરાત અને સૌરાષ્ટ્ર, મોરબીમાં કડવા પાટીદાર સમાજ આર્થિક રીતે ભારે સમૃદ્ધ હોય અને અયોધ્યામાં સમાજના લોકોપણ વ્યક્તિ જાય તો તેને ત્યાં કોઈપણ જાતની હાલાકી ન પડે એ માટે અયોધ્યામાં કડવા પાટીદાર સમાજ ભવન બનાવવાનો નિર્ણય લેવાયો હોય ભૂમિદાન માટે મહાસભા બોલાવવામાં આવી છે.

મોરબીમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ દ્વારા આજ રોજ તારીખ 15 માર્ચ ને શુક્રવારે રાત્રે 8:30 કલાકે બાપા સીતારામ ચોક, રવાપર રોડ ખાતે રામધૂન અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ દ્વારા અયોધ્યા ખાતે પાટીદાર ભવન બનાવવાનો નિર્ધાર કરાયો છે. જેમાં હાલ ફક્ત 1111 સભ્ય ભૂમિદાતાનું દાન લઈને જમીન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આજે રાત્રે આ નિમિત્તે રામધુન અને મહાસભાનું આયોજન કરાયું છે. જેમાં ધીરુભાઈ સરવૈયાના હાસ્ય સાથે મહાસભા યોજાશે. આ કાર્યક્રમમાં સર્વે ભાઈઓ-બહેનોને પરિવાર સાથે જોડાવવા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવન (અયોધ્યા) મોરબી સમિતિ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.