Saturday - May 18, 2024

મોરબીના રફાળેશ્વર નજીક ફેકટરીમાં ઓચિંતા જ ભીષણ જ્વાળા સાથે આગ ભડકી ઉઠી

મોરબીના  રફાળેશ્વર નજીક ફેકટરીમાં ઓચિંતા જ  ભીષણ જ્વાળા સાથે આગ ભડકી ઉઠી

મોરબીના  રફાળેશ્વર નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં ઓચિંતા જ  ભીષણ જ્વાળા સાથે આગ ભડકી ઉઠી હતી અને આગનું ભયાનક સ્વરૂપ વચ્ચે ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

મોરબીના 
નેશનલ હાઇવે પર રફાળેશ્વર નજીક સરોવર પોર્તિકો હોટેલની બાજુમાં આવેલી સીટ કવર બનાવતી  ફેકટરીમાં આજે કોઈ કારણોસર આગ ભડકી ઉઠી હતી અને આગ તેમજ કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા આગની ભીષણ જ્વાળા સાથે નીકળતા લોકો ભયભીત બની ગયા હતા. આગે થોડી જ વારમાં ભીષણ સ્વરૂપ ધારણ કરીને ભયાવહ જેવી  આગની ભીષણ જ્વાળા અને ધુમાડાના મોટા પ્રમાણમાં ગોટા દેખાતા મોટી દુર્ઘટના સર્જાય તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. આગની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આ સીટ કવર બનાવતી ફેકટરી આગની ઝપેટમાં  આવી જતા લાખોનું નુકશાન થવાના એંધાણ વર્તાયા છે. જ્યારે આ ઘટનાથી દુર્ભાગ્યવશ કોઈ જાનહાની થઈ કે કેમ તે અંગેની હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.