Monday - Apr 27, 2026

ફાયર બ્રિગેડ વિભાગે તૂરત જ કેનાલમાં કૂદી આખલાને મહામહેનતે બહાર કાઢ્યો

ફાયર બ્રિગેડ વિભાગે તૂરત જ કેનાલમાં કૂદી આખલાને મહામહેનતે બહાર કાઢ્યો

 મોરબી નજીક કેનાલના પાણીમાં આજે એક આખલો બુરી રીતે ફસાય ગયો હતો. આ અબોલ જીવ ઉપર જોખમ હોવાનું ત્યાંથી નીકળેલા ફાયર બ્રિગેડ સ્ટાફના ધ્યાને આવતા આ સ્ટાફે તુરંત રેસ્ક્યુ કરીને કેનાલમાંથી હેમખેમ રીતે આખલાને ઉગારી લીધો હતો.

મોરબી ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા મુજબ આજે સવારના સમયે મોરબી ફાયર બ્રિગેડના લીડિંગ ફાયરમેન જયેશભાઈ ડાકી અને તેના સાથી મિત્ર નીરવભાઈ પોતાના કામથી બાઇક પર બહાર જઈ રહ્યા હતા.તે વેળાએ ઉમિયા સર્કલ આગળ યદુનંદન પુલ (કેનાલ)પાસે લોકોને એકઠાં થયેલા જોતા તો ત્યાં કેનાલમાં આખલો ફસાયેલો જોવા મળ્યો હતો.પણ કેનાલમક પાણીની વધારે આવક અને બાજુમાં અંડર ગ્રાઉન્ડ સાઇફન હોવાને કારણે ત્યાં રહેલ લોકો રોપ (રસ્સા)વડે બચાવવાની કોશીસ કરતા હતાં. આથી ફાયરના વિભાગના જયેશભાઈ ડાકી અને તેનો તુરંત જ પાણીમાં છલાંગ લગાવી આખલાને રોપ વડે બાંધી લોકોની મદદથી બહાર કાઢી એક અબોલ પ્રાણીનો જીવ બચાવ્યો હતો.