Saturday - Apr 04, 2026

નાની વાવડી ગામે આજે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાયનલ મેચ રમાશે

નાની વાવડી ગામે આજે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાયનલ મેચ રમાશે

મોરબીના નાની વાવડી ગામે માધવ અંધ અપંગ ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે નાની વાવડી ગામ સમસ્ત દ્વારા આઈ.પી.એલ. ફોર્મેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આઈ.પી.એલ. ફોર્મેટ ટુર્નામેન્ટમાં સ્ટાર ઇલેવન લાલપર અને બજરંગ બ્લાસ્ટર  વચ્ચે આજે રાત્રે  ફાયનલ મુકાબલો જામશે. તેથી આ ફાયનલ મેચ નિહાળવા ક્રિકેટ રસિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

નાની વાવડી ગામે આજે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાયનલ મેચ રમાશે
નાની વાવડી ગામે આજે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાયનલ મેચ રમાશે