મોરબી: તારીખ 24/7/2026 ને શુક્રવારે બપોર પછી 4 વાગ્યે, હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર - મોરબી દ્વારા મોરબી નગરમાં શ્રી જગન્નાથજીની પાંચમી રથયાત્રા નીકળશે.
આ રથયાત્રા શનાળા બાયપાસ (મોર્ડન હોલ) થી દલવાડી સર્કલ - ઉમિયા સર્કલ - ન્યૂ બસ સ્ટેન્ડ - બાપાસીતારામ ચોક - રવાપર ચોકડી - એસ.પી. રોડ થઇ ને અવની ચોકડી - ઉમિયા સર્કલ - મોર્ડન હોલ પર પરત આવશે.
શ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી અને બહેન સુભદ્રા સાથે વિશાળ રથ પર આરૂઢ થઇ ને મોરબી વાસીઓને દર્શન દેવા નીકળશે તો સમસ્ત મોરબી વાસીઓ ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરવા અને ભગવાનનો રથ ખેંચવા અચૂક પધારજો તેવી કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા આગ્રહ સાથે ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
શાસ્ત્ર માં વર્ણન છે કે જે કોઈ વ્યક્તિ ભગવાન શ્રી જગન્નાથજી નો રથ ખેંચે છે તેનો પુનઃ જન્મ થતો નથી, તે જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ ના દુઃખ માંથી મુક્ત થઇ જાય છે.
આથી સમસ્ત મોરબી વાસીઓને અમારૂ જાહેર આમંત્રણ છે કે ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરવા અને રથ ખેંચવા જરૂર થી પધારજો. રથયાત્રા બાદ સર્વે લોકો માટે ભંડારા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે તો મહાપ્રસાદ લીધા વગર કોઈ જશો નહિ એવી વિનંતી કરવામાં આવી છે.
શ્રી જગન્નાથ રથયાત્રા
તારીખ : 24/7/2026, શુક્રવાર
સમય : 4 વાગ્યે (બપોર પછી)
સ્થળ : મોર્ડન હોલ, શનાળા બાયપાસ, મોરબી
વધુ માહિતી માટે સંપર્ક :
ડો. અતુલ વિષ્ણુ દાસ : 7016707756