Wednesday - Apr 29, 2026

કોમન એન્ટ્રેન્સ ટેસ્ટમાં જબલપુરની શાળાના વિદ્યાર્થીઓની જ્વલંત સિદ્ધિ

કોમન એન્ટ્રેન્સ ટેસ્ટમાં જબલપુરની શાળાના વિદ્યાર્થીઓની જ્વલંત સિદ્ધિ

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત એપ્રિલ માસમાં 5માં અને  6 ધોરણના વિદ્યાર્થીઓ માટેની કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લેવામાં આવી હતી આ પરીક્ષામાં જબલપુર પ્રાથમિક શાળાના ધોરણ 5 માંના 16 વિદ્યાર્થીઓ અને ધોરણ 6ના 17 વિદ્યાર્થીઓ મળી કુલ 33 બાળકો કોમન એન્ટ્રેસ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરેલ તેમાં ફેફર નમ્ર પ્રવીણભાઈએ સમગ્ર ગુજરાતમાં 36મો રેન્ક મેળવી ઝળહળતો દેખાવ કરી સમગ્ર ગુજરાતમાં મોરબીનું ગૌરવ વધારેલ છે. શાળાના આચાર્યશ્રી જીતેન્દ્રભાઈ પટેલે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ તમામ વિદ્યાર્થીઓને અને સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા છે.